ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
માનવ)માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્ત્રાવ (રજોધર્મ)ની શરૂઆત યૌવનારંભમાં થાય છે જેને રજોદર્શન (mearche) કહે છે. માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસાવ સરેરાશ $28-29$ દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation) થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત-ovulation). ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આકૃતિમાં દર્શાવેલ છે. ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી (menstrual phase) થાય છે, તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે $3-5$ દિવસો સુધી ચાલે છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર (endometrial) અને તેની રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે, જ્યારે અંડકોષ ફલિત હોતો નથી.ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. જોકે, તે કેટલાંક અન્ય નીચે દર્શાવેલાં કારણોને લીધે પણ થઈ શકે છે જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરે. ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટ્ટિકીય તબક્કો (follicular phase) આવે છે. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે (આકૃતિ) ગોનેડોટ્રોપિન્સ ( $LH$ અને $FSH$ )નો સ્રાવ પુટ્ટીકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટ્ટીકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં (આશરે $14$ મા દિવસે) $LH$ અને $FSH$ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. $LH$ નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાન (વચ્ચેના) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને $LH$ પરાકાષ્ઠા કહે છે જે ગ્રાફિયન પુટ્ટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત). અંડકોષપાત (અંડપાત તબક્કો-ovulatory phase) બાદ સ્ત્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુષ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે (આકૃતિ). કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. ફલન (fertilisation)ન થવાની સ્થિતિમાં, કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર $50$ વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.
ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............
ઋતુચક કોને કહે છે ?
માસિકચક્રની શરૂઆતથી અંતઃસ્ત્રાવનો સાચો ક્રમ ગોઠવો.
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?