કોઈ $m $ દળની વસ્તુ જેનો વેગ $v$ છે. તેનું વેગમાન કેટલું હશે ?
$(mv)^2$
$mv$
$\frac {1}{2}mv^2$
$mv^2$
વસ્તુનું દળ $= m$
વેગ $= v$
વેગમાન = દળ $\times $ વેગ
વેગમાન $= mv$
$1.5\, kg$ જેટલું સમાન દળ ધરાવતી બે વસ્તુઓ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. અથડામણ પહેલાં બંનેનો વેગ $2.5\, m\, s^{-1}$ છે. જો અથડામણ બાદ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ જતી હોય, તો તેમનો સંયુક્ત વેગ($m/s$ માં) કેટલો હશે ?
એક ગાડીનું દળ $1500\, kg$ છે. જો ગાડી $1.7 \,m \,s^{-1}$ ના પ્રતિપ્રવેગ (ઋણ પ્રવેગ)થી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ($N$ માં) કેટલું હશે ?
$100\, g$ અને $200\, g$ દળની બે વસ્તુઓ એક જ રેખા પર એક જ દિશામાં અનુક્રમે $2\, m\, s^{-1}$ તથા $1\, m\, s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. બંને વસ્તુઓ અથડાય છે અને અથડામણ બાદ પ્રથમ વસ્તુનો વેગ $1.67\, m\, s^{-1}$ થતો હોય, તો બીજી વસ્તુનો વેગ($m/s$ માં) નક્કી કરો.
$8000\, kg$ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન $2000\, kg$ દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન $40,000\, N$ બળ લગાડતું હોય તથા પાટા દ્વારા $5000 \,N $ ઘર્ષણબળ લાગતું હોય તો, ચોખ્ખું પ્રવેગી બળ($N$ માં) કેટલું થાય?
$10\, kg$ દ્રવ્યમાન ધરાવતી એક ડંબેલ (dumb-bell) $80\, cm$ ઊંચાઈએથી જમીન પર પડે તો તે જમીન કેટલું વેગમાન આપશે ? તેનો અધોદિશામાં પ્રવેગ $10\, m \,s^{-2}$ લો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.