- Home
- Standard 9
- Science
$1.5\, kg$ જેટલું સમાન દળ ધરાવતી બે વસ્તુઓ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. અથડામણ પહેલાં બંનેનો વેગ $2.5\, m\, s^{-1}$ છે. જો અથડામણ બાદ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ જતી હોય, તો તેમનો સંયુક્ત વેગ($m/s$ માં) કેટલો હશે ?
$3$
$1$
$2$
$0$
Solution
પહેલી વસ્તુનું દળ $m_1 = 1.5\, kg$
અથડામણ પહેલાનો વેગ $v_1 = 2.5\, ms^{-1}$
બીજી વસ્તુનું દળ $= m_2 = 1.5\, kg$
અથડામણ પહેલાનો વેગ $u_2 = – 2.5\, ms^{-1}$
અથડામણ બાદ બંને વસ્તુ જોડાઈ જતી હોવાથી તેમનું દળ
$m = (m_1 + m_2) = 1.5 + 1.5 = 3.0\, kg$
ધારો કે અથડામણ બાદ બંનેનો સંયુક્ત વેગ $= v$ છે.
$\to $ વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,
અથડામણ પહેલાનું બંનેનું કુલ વેગમાન = અથડામણ બાદનું વેગમાન
$m_{1} u_{1}+m_{2} u_{2}=\left(m_{1}+m_{2}\right) v$
$1.5 \times 2.5+1.5 \times(-2.5)=(1.5+1.5) v$
$\therefore 0=3 v$
$\therefore v=0\, ms ^{-1}$