એકમ પદ્ધતિ એટલે શું ? અને જુદી-જુદી એકમ પદ્ધતિઓ જણાવો.
મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે.
જુદા-જુદા દેશોના વૈજ્ઞાનિકો ઘણા વર્ષો પહેલા માપન માટે જુદી-જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતાં હતાં.
થોડાં વર્ષો પૂર્વે નીચેની એકમ પદ્ધતિઓ વ્યાપકરૂપે ઉપયોગમાં લેવામાં આવી. જે નીચે મુજબ મૂળભૂત એકમ સહિત બતાવી છે.
$(i) FPS$ પદ્ધતિ : (ફૂટ, પાઉન્ડ, સેકન્ડ) પદ્ધતિ અથવા બ્રિટિશ પદ્ધતિ
$(ii) CGS$ પદ્ધતિ : (સેન્ટિમીટર, ગ્રામ, સેકન્ડ) પદ્ધતિ
$(iii) MKS$ પદ્ધતિ : (મીટર, કિલોગ્રામ, સેકન્ડ) પદ્ધતિ
$(iv) MKSA$ પદ્ધતિ : (મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર) પદ્ધતિ
$(v) SI$ પદ્ધતિ : હાલમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
તાપમાન કઇ રાશિમાંથી મેળવી શકાય છે?
ફેરાડે એ કઈ રાશિનો એકમ છે?
એક જ ભૌતિકરાશિના એકમો જુદા જુદા શાથી હોય છે ?
$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો .
આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?