નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઇલાજ કરતાં અટકાવ વધુ સારો છે. “Prevention is beter than cure”. આ કહેવત અહીં સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહૉલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે.

માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે.

બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગ (આલ્કોહૉલડ્રગ્સ)નો ભય ઓછો થઈ જાય છે. નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે :

$(i)$ સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું : દરેક છોકરા ને છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.

$(ii)$ શિક્ષણ અને પરામર્શન : સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવીએ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ. એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાચન, સંગીત, યોગ અને અન્ય ઈતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.

$(iii)$ માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી : માતાપિતા તેમજ સમવયસ્કો (peers) પાસેથી તરત મદદ લેવી જોઈએ, જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.

$(iv)$ ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેનાં માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.

$(v)$ વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સહાય લેવી : જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ / આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે. આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દૃઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

Similar Questions

નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

અફીણમાંથી  મળતા ડ્રગ્સ આપણા $CNS$ માં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઈનને સામાન્ય રીતે સ્મેક કહે છે, રાસાયણિક રીતે ......છે. જે સફેદ, ગંધવિહિન, કડવું, સ્ફટીકમય તત્વ છે. તે મોર્ફીનના ......દ્વારા મેળવવામાં આવે છે.

કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ? 

યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.

  • [AIPMT 2012]

નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે? 

  • [NEET 2014]