જ્યારે અધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઑક્સાઇડના પ્રકાર કયા છે ?
અધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાઈને ઍસિડિક ઑક્સાઇડ બનાવે છે એટલે કે આવા ઑક્સાઇડના જલીય દ્રાવણ ભૂરા લિટમસપત્રને લાલમાં ફેરવે છે.
દા.ત., $SO _{2}, \,CO _{2}, \,NO _{2}$ વગેરે.
જેમ કે, ${C_{(s)}}{\kern 1pt} + {\kern 1pt} {O_{2(g)}}{\kern 1pt} \to {\kern 1pt} \,C{O_{2(g)}}$
કાર્બન ઑક્સિજન કાર્બન ડાયોક્સાઈડ વાયુ
$C{O_{2(g)}} + \,\,{H_2}{O_{(l)}}{\kern 1pt} \to \,{H_2}C{O_3}_{(aq)}$
કાર્બન ડાયોક્સાઈડ પાણી કાર્બોનિક એસિડ
જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.
નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે ? લોખંડની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
ધાતુ $M$ ના વિદ્યુતવિભાજનીય શુદ્ધીકરણમાં ઍનોડ, કૅથોડ અને વિદ્યુતવિભાજ્ય તરીકે તમે શું લેશો ?
કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.