જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે 

  • [AIPMT 2006]
  • A

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અથવા $180^o$ હોય.

  • B

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$  હોય.

  • C

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$ સિવાયનો હોય.

  • D

    ચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અને $180^o$ સિવાયનો હોય.

Similar Questions

વિધાન $- 1$ : એક વિજભારિત કણ સ્થિત ચુંબકીયક્ષેત્રને લંબ ગતિ કરે છે. આ ગતિ દરિમિયાન વિજભારિત કણની ગતિઉર્જા બદલાતી નથી.

વિધાન $- 2$ : સ્થિત ચુંબકીયક્ષેત્ર ગતિ કરતાં વિજભારિત કણ પર ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં બળ લગાવે છે.

  • [AIEEE 2012]

સમજાવો : વેગ પસંદગીકાર

એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક $\alpha -$ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.

  • [JEE MAIN 2021]

$2\,\mu C$ વિજભાર ધરાવતો કણ $y-$દિશામાં $2\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $\left( {2\hat i + 3\hat j} \right) \times {10^6}\,m{s^{ - 1}}$ ના વેગથી ગતિ કરતો હોય તો તેના પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?

  • [AIEEE 2012]

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.

  • [JEE MAIN 2024]