જ્યારે એક $m$ દળના કણને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે $y ( t )= y _{0} \sin ^{2} \omega t $ મુજબ ગતિ કરે છે, જ્યાં $'y'$ એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે $\omega$ કેટલો હશે?
$\sqrt{\frac{g}{y_{0}}}$
$\sqrt{\frac{g}{2 y_{0}}}$
$\frac{1}{2} \sqrt{\frac{g}{y_{0}}}$
$\sqrt{\frac{2 g}{y_{0}}}$
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવમંદિત દોલક માટે, બ્લૉકનું દ્રવ્યમાન $200\, g$, $k = 90\, N\, m^{-1}$ અને અવમંદન અચળાંક . $b=40\, g \,s^{-1}$ છે તો $(a)$ દોલનનો આવર્તકાળ $(b)$ તેના દોલનના કંપવિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય અને $(c)$ તેની યાંત્રિકઊર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરો.
એક દઢ આધાર સાથે શિરોલંબ એક છેડેથી એક દળરહિત સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ જોડેલો છે. પદાર્થને હાથ પર રાખેલ છે તેથી ધિંગ સંકોચાશે નહીં તેમજ પ્રસરશે પણ નહીં. એકાએક હાથનો આધાર દૂર કરવામાં આવે છે. જ્યારે હાથનો આધાર લઈ લેવામાં આવે છે તે સ્થાનથી લટકાવેલ દળના દોલનનું સૌથી નીચેનું સ્થાન $4\,cm$ નીચે મળે છે. $(a)$ દોલનનો કંપવિસ્તાર કેટલો ? $(b)$ દોલનની આવૃત્તિ શોધો.
સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના દળ પર તેના દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે ?
$K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે દળ $m$ જોડવામાં આવેલ છે અને તે મુજબ સપાટી જોડેલ છે.અને તે આકૃતિ મુજબ સપાટી જોડેલ બીજી સ્પ્રિંગને અડે છે. નાના દોલનોનો આવર્તકાળ કેટલો થાય?