જ્યારે બોરેક્ષના જલીય દ્રાવણને $HCl$ ના દ્રાવણ વડે એસિડિક કરવામાં આવે ત્યારે સફેદ સ્ફટિકમય પદાર્થ મળે છે. જેને અડતા સાબુ જેવો લાગે છે. તે સ્ફટિકમય ઘન પદાર્થ એસિડિક હશે કે બેઝિક ?
જ્યારે બોરેક્ષના જલીય દ્રાવધને $\mathrm{HCl}$ વડે ઍસિડિક કરવામાં આવે ત્યારે બોરિક ઓસિડ મળે છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}+2 \mathrm{HCl}+5 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{NaCl}+4 \mathrm{H}_{3} \mathrm{BO}_{3}$
બોરિક ઍસિડ એ સફેદ સ્ફટિકમય પદાર્થ છે. જેને અડતા સાબુ જેવો લાગે છે. કેમકે તેનું બંધારણ સમતલીય અને સ્તરીય હોય છે. બોરિક ઍસિડ ઓ મંદ મોનોબેઝિક એસિડ છે. તે પ્રોટોનિક ઍસિડ નથી. પણ તે લૂઈસ ઍસિડ છે. કેમકે તે $\mathrm{OH}^{-}$ આયન પાસેથી ઈલેક્ટ્રોન મેળવે છે.
$\mathrm{B}(\mathrm{OH})_{3}+2 \mathrm{HOH} \rightarrow\left[\mathrm{B}(\mathrm{OH})_{4}\right]^{-}+\mathrm{H}_{3} \mathrm{O}^{+}$
નિર્જલીય એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિષે કયું વિધાન સાચું છે?
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?
એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
જ્યારે ધાતુ $X$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A) $ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C) $ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે. જે ધાતુના નિકર્ષણમાં વપરાય છે. $X, A, B, C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો.