એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?
$N $ અને $2K$
$2N$ અને $ K$
$2N $ અને $2K$
$N$ અને $K$
ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતીમાં એવી ધારણા કરવામાં આવી છે કે $f$ આવૃત્તિવાળો ફોટોન, ઇલેક્ટ્રોન સાથે અથડાઈને પોતાની બધી જ ઊર્જા આપી દે છે. આ ધારણા પર આધારિત રહીને ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનું સમીકરણ $E_{max} = hf - \phi _0$ (જ્યાં $\phi _0$ ધાતુનું વર્ક ફંક્શન) મેળવવામાં આવ્યું છે.
$(i)$ હવે, જો કોઈ ઇલેક્ટ્રોન, $f$ આવૃત્તિવાળા બે ફોટોન્સનું શોષણ કરીને ઉત્સર્જન પામે તો તેની મહત્તમ ગતિઊર્જા કેટલી બનશે ?
$(ii)$ સ્ટોપિંગ પોટેન્શિયલની ચર્ચામાં શા માટે આવી કોઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?
ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ, સપાટીમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થવા માટે લાગતો સમય આશરે ........... હોય છે.
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?
પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....