$A, B$ અને $C$ ત્રણ ગણું છે. જો $A \in B$અને $B \subset C$ તો $A$ $\subset$ $C$ સાચું છે ? જો તમારો ઉત્તર ‘ના' હોય, તો ઉદાહરણ આપો.
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો :
$A=\{2,4,8,12\}, B=\{1,2,3,4\}, C=\{4,8,12,14\}, D=\{3,1,4,2\}$
$E=\{-1,1\}, F=\{0, a\}, G=\{1,-1\}, H=\{0,1\}$
ગણના બધા જ ઘટકો લખો : $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $x \in A$ અને $A \not\subset B$, તો $x \in B$