અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વનસ્પતિઓમાં પેશીઓમાં તેમના સ્થાનને રચના અને કાર્યને આધારે ત્રણ પ્રકારો છે : અધિસ્તરીય પેશીતંત્ર, આધાર (આધારોત્તક) પેશીતંત્ર અને વાહક કે સંવહન પેશીતંત્ર.

અધિસ્તરીય પેશીતંત્ર : અધિસ્તરીય પેશીતંત્ર એ સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી રચના છે. જેમાં અધિસ્તરીય કોષ (Epidermal Cells), વાયુરંધ્રો (Stomata) અને પ્રકાંડ રોમ (Trichomes) તથા મૂળરોમ (Root Hairs) જેવા બહિરુદભેદો (Appendages)નો સમાવેશ થાય છે.

અધિસ્તર એ પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે. તે લાંબા, ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર છે.

સામાન્ય રીતે અધિરતર એકસ્તરીય હોય છે. અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષદીવાલનું અસ્તર અને મોટી રસધાનીયુક્ત મૃદુત્તક કોષો છે.

અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તર (Thick Waxy Layer)થી આવૃત હોય છે. તેને ક્યુટિકલ કહે છે. જે પાણીનો વ્યય અટકાવે છે.

મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.

પર્ણોના અધિસ્તરમાં વાયુદ્ધો જેવી રચના હોય છે. વાયુરંધ્રો બાષ્પોત્સર્જન (Transpiration)ની ક્રિયાનું નિયમન કરે છે અને વાયુઓની આપ-લે કરે છે.

દ્વિદળી વનસ્પતિઓમાં દરેક વાયુબ બે વાલ આકારના (Beans Shaped) કોષોનું બનેલું છે. જેને રક્ષકકોષો (Guard Cells) કહે છે.

ઘાસ જેવી એકદળી વનસ્પતિમાં રક્ષકકોષો ડમ્બેલ આકાર (Dumb-bell Shaped)ના હોય છે. ઉપરાંત રક્ષકકોષોની બહારની દીવાલો પર્ણદ્વીય છિદ્રોથી દૂર) પાતળી છે તથા અંદરની દીવાલો (પર્ણદ્વીય છિદ્રો તરફની) ખૂબ જ જાડી છે.

રક્ષકકોષો હરિતકણો ધરાવે છે અને પર્ણરંદ્રની ઉઘાડ-બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે.

ક્યારેક રક્ષકકોષના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેમને સહાયક કોષો (Subsidiary Cell) કહે છે.

વાયુરંધ્ર છિદ્ર, રક્ષકકોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુદ્ધ પ્રસાધન (Stomatal Apparatus) કહે છે.

અધિસ્તરના ઘણા કોષો ઘણા રોમ ધરાવે છે, મૂળરોમ એ એકકોષીય લંબાયેલા અધિસ્તરીય કોષો છે જે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના શોષણમાં મદદ કરે છે.

પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય રોમને પ્રકાંડરોમ (Trichomes) કહેવાય છે. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડરોમ સામાન્યતઃ બહિષ્કષીય હોય છે. તેઓ શાખિત કે અશાખિત તથા કોમળ કે સખત હોઈ શકે છે, તેઓ સ્રાવી પણ હોઈ શકે છે.

Similar Questions

........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.

નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.

વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .

  • [AIPMT 2002]

અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?

વાયુરંધ્ર પ્રસાધન $=$