એક કણ પર ત્રણ બળો લાગતાં હોય અને કણ સંતુલનમાં હોય તેની શરત લખો.
નીચેના દરેક કિસ્સામાં $0.1 \,kg$ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો :
$(a)$ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(b)$ $36 \,km/h$ ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(c)$ $1\; m s^{-2}$થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(d)$ $1\; m s^{-2}$ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો.
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $free\,body\,diagram$ $(FBD)$ માટે, ઘણા બધા બળો ' $x$ ' અને ' $y$ ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને $x-$અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
$4 \,kg$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી શિરોલંબ દિવાલની સામે બળ $F$ લગાડીને સ્થિર મુકેલો છે. તો લગાડવામાં આવતું બળ .......... $N$ છે? $\left(g=10 \,m / s ^2\right)$