સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ લખો.
$5 kg$ અને $10 kg$ દળના બે પદાર્થો $A$ અને $B,$ ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દીવાલને અડીને રહેલા છે (આકૃતિ ) પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. $200 \,N$ નું એક બળ $A$ પર સમક્ષિતિજ લગાડવામાં આવે છે. $(a)$ દીવાલનું પ્રતિક્રિયાબળ $200 \,N$. $(b)$ $A$ અને $B$ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા બળો શોધો. જ્યારે દીવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય ? જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે $(b)$ ના આકૃતિ જવાબમાં ફેરફાર થશે ? $\mu_{ s }$ અને $\mu_{ k }$ વચ્ચેનો તફાવત અવગણો.
અનુક્રમે $5 \,kg$ અને $3 \,kg$ દળ ધરાવતાં બે બ્લોક $A$ અને $B$ લીસી સપાટી પર સ્થિર છે જેમાં $B$ એે $A$ ની ઉપર મુકેલો છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડવામાં આવતાં મહત્વ સમક્ષિતિજ બળનું મૂલ્ય (... $kg$) શું છે કે જેથી $A$ અને $B$ એ એકબીજા પરથી ખસ્યા વગર ગતિ કરી શકશે ?
$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?
$1000\, kg$ દળની કાર $30 \,m/sec$ ના વેગથી ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણબળ $5000 \,N$ હોય,તો સ્થિર થતાં ........ $\sec$ સમય લાગે.
પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર $6\, m/s$ ની પ્રારંભિક વેગે ગતિ કરે છે જો તે $9\, m$ અંતર કાપીને સ્થિર થતો હોય તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?