4-2.Friction
medium

આકૃતિ $(a)$ માં દર્શાવેલ ટૉલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય, તો બ્લૉક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે ? દોરીમાં કેટલું તણાવ હશે ? ( $g = 10\; m s^{-2}$ લો ). દોરીનું દળ અવગણો.

A$0.96 \;m s ^{-2}$ અને $27.1\;N$
B$0.66 \;m s ^{-2}$ અને $22.5\;N$
C$0.96 \;m s ^{-2}$ અને $12.7\;N$
D$0.48 \;m s ^{-2}$ અને $27.1\;N$

Solution

દોરી ખેંચાણ વગરની અને ગરગડી લીસી હોવાથી, $3 \,kg$ બ્લૉક અને $20 \,kg$ ટ્રોલી બંનેના પ્રવેગનું મૂલ્ય એક સમાન હશે. બ્લૉક માટે ગતિનો બીજો નિયમ લગાડતાં [ આકૃતિ $(b)$ ].
$30-T=3\, a$
ટ્રૉલી માટે ગતિનો બીજો નિયમ લગાડતાં [ આકૃતિ $(c)$ ].
$T-f_{ k }=20 \,a$
હવે, $\quad f_{k}=\mu_{k} \,N$
અહીં, $\mu_{k} =0.04$
$N =20 \times 10$
$=200\, N$
     આમ, ટ્રોલી માટે ગતિનું સમીકરણ
$T-0.04 \times 200=20 \,a$ અથવા $T-8=20 \,a$
આ સમીકરણો પરથી $a=\frac{22}{23}\, m s ^{-2}=0.96 \;m s ^{-2}$ અને $T=27.1 \,N$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.