સમાંતર પ્લેટ કૅપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ ભરતાં તેનું કૅપેસિટન્સ જણાવો.
પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા કેેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને કેપેસિટરને $k$ ડાઇઇલેકિટ્રક અચળાંકથી ભરી દેવામાં આવે છે. $Q$ , $E$ અને $W$ એ પ્લેટ પરનો વિદ્યુતભાર,બે પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર અને ડાઇઇલેકિટ્રક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય છે.તો નીચેનામાથી કયું ખોટું થાય?
બે સમાન ભારિત ગોળાઓ સમાન લંબાઈની દોરી વડે લટકાવેલા છે. દોરી એકબીજાથી $\theta$ કોણે છે. જ્યારે તેમને પાણીમાં લટકાવીએ, કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ધનતા $1.5 \mathrm{~g} / \mathrm{cc}$ હોય તો પાણીનો ડાયઈલેક્ટ્રિક અચળાંક________હશે. ( પાણીની ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cc}$ લો.)
એક કેપેસીટરમાં હવા ડાય ઈલેક્ટ્રિક માધ્યમ તરીકે અને એક બીજાથી $0.6 \mathrm{~cm}$ દૂર આવેલી $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળવાળી બે વાહક પ્લેટ છે. જ્યારે $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળ અને $0.6 \mathrm{~cm}$ જાડાઈનો ડાયઈલેક્ટ્રિકદ સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસીટરનું પહેલા જેટલું જ કેપેસીટન્સ રાખવા માટે એક પ્લેટને $0.2 \mathrm{~cm}$ ખસેડવી પડે છે. સ્લેબનો ડાયઈલેક્ટ્રિક અચળાંક. . . .છે $\left(\epsilon_0=8.834 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.$ લો )
સમાન વિધુતક્ષેત્રમાં અધુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિકની વ્યાખ્યા લખો.
$r$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતાં $64$ બૂંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે.જો વિદ્યુતભાર લિક થતો ન હોય તો બૂંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?