$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએ સ્થિર હોય, તો તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ તારવો
$10 \,m$ ઊંચાઈથી એક દડાને નીચે છૂટ આપવામાં આવે છે. જો અથડામણને કારણે $40 \%$ જેટલી ઉર્જાનો વ્યય થતો હોય, તો એક અથડામણ પછી દડો .......... $m$ ઉપર જશે.
$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.
હિલિયમ ભરેલ બલૂન ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ઊંચે ચઢતાં તેની સ્થિતિઊર્જા વધે છે. જેમ-જેમ તે ઊંચે ચઢે તેમ-તેમ તેની ઝડપમાં પણ વધારો થાય છે. આ હકીકતનું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સમાધાન (સમજૂતી) કરશો ? હવાની ચાનતા અસરને અવગણો અને હવાની ઘનતા અચળ ધારો.
આપેલ આકૃતિ અનુસાર, $250\,g$ ના બે ચોસલાઓને $2\,Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં $v$ જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ $...........$ જેટલું થશે.
વિધાન: હેલિકોપ્ટર માં ફરજિયાતપણે બે પંખીયા તો હોવા જ જોઈએ.
કારણ: બંને પંખીયા હેલિકોપ્ટરનું રેખીય વેગમાન સંરક્ષે છે.