દઢ પદાર્થની ચાકગતિમાં પાવરનું સૂત્ર લખો.
ચાકગતિ કરતાં બે પદાર્થો $A$ અને $B$ ના દ્રવ્યમાન $m $ અને $2m$ જેની જડત્વની ચાકમાત્રા $I_A$ અને $ I_B (I_B>I_A)$ અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે $L_A$ અને $L_B$ હોય, તો .....
$I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ચક્ર $1\ sec$ માં $n$ પરિભ્રમણ કરે છે.તેની આવૃત્તિ બમણી કરવા માટે કરવું પડતું કાર્ય
$3 \ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતો પદાર્થ $2\ rad/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $12\ kg$ ના પદાર્થની ગતિઊર્જા સમાન કરવા માટે .......... $m/s$ વેગથી ગતિ કરાવવો પડે.
બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા $0.1 \;kg \cdot m ^{2}$ અને કોણીય ઝડપ $10\; rad \,s^{-1}$ છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા $0.2 \;kg - m ^{2}$ અને કોણીય ઝડપ $5\; rad \,s ^{-1}$ છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........$J$
બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?