ચાકગતિમાં શુધ્ધ રોલિંગ (ગબડતી ગતિ) દરમિયાન નીચેના માંથી ક્યો પદાર્થ, (જો દળ અને ત્રિજ્યા સમાન ધારવામાં આવે તો) મહત્તમ પ્રતિશત ગતિઊર્જા ધરાવે છે?

  • A

    તકતી ( ડીસ્ક )

  • B

    ગોળો

  • C

    વીટી ( રીંગ )

  • D

    પોલો ગોળો

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળ અને $r$ ત્રિજ્યા વાળી એક તક્તી તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે. તેના ધાર પર એક દોરી વિંટાળવામાં આવે છે અને $m$ દળનો એક બ્લોક દોરીના મુક્ત છેડે જોડવામાં આવે છે. તંત્ર ને સ્થિરમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે બ્લોક $h$ ઊંચાઈથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે બ્લોકની ઝડપ શોધો.

એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.

  • [AIPMT 1991]

આદર્શ ઉચ્ચાલનની રચના, કાર્ય સમજાવીને બળની ચાકમાત્રાનો સિદ્ધાંત સમજાવો.

બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?

  • [IIT 1995]

પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.