સાધનની શૂન્ય ત્રુટિ શું બતાવે છે ?
વ્યવસ્થિત ત્રુટિ
અવ્યવસ્થિત ત્રુટિ
બંને
એક પણ નહિ
એક ભૌતિક રાશિ $a$ એ બીજી ભૌતિક રાશિઓ $b , c , d$ અને $e$ ના સંબંધ દર્શાવતા સૂત્ર $ a ={b^\alpha }{c^\beta }/{d^\gamma }{e^\delta } $ વડે માપી શકાય છે. જો $b , c , d$ અને $e$ ના માપનમાં આવેલી મહત્તમ ત્રુટિ $ {b_1} \%, {c_1} \%, {d_1} \%$ અને $ {e_1} \%$ હોય તો સુત્ર પરથી મેળવેલ $a$ ની કિેમતમાં મહત્તમ ત્રુટિ કેટલી હોય?
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?
રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ભૌગોલિક અક્ષની જડત્વની ચાકમાત્રા $\left(I=\frac{1}{2} M R^{2}\right)$ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.
$R_{1}=100 \pm 3$ $ohm$ અને $R_{2}=200 \pm 4$ $ohm$ અવરોધ ધરાવતા બે અવરોધોને $(a)$ શ્રેણીમાં $(b)$ સમાંતરે જોડેલ છે. $(a)$ શ્રેણી-જોડાણનો તથા $(b)$ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. $(a)$ માટે સંબંધ $R=R_{1}+R_{2}$ તથા $(b)$ માટે
$\frac{1}{R^{\prime}}=\frac{1}{R_{1}}+\frac{1}{R_{2}}$ અને $\frac{\Delta R^{\prime}}{R^{\prime 2}}=\frac{\Delta R_{1}}{R_{1}^{2}}+\frac{\Delta R_{2}}{R_{2}^{2}}$ નો ઉપયોગ કરો.
પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?