નળાકારની લંબાઈ કે જે $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$ અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
$2$
$1$
$3$
$4$
ત્રુટિઓનો અંદાજ એટલે શું ? અને તેની રીતો લખો.
અવરોધ $R=V / I$, જ્યાં $V=(100 \pm 5)\;V$ અને $I=(10 \pm 0.2) \;A$ છે, તો $R$ માં પ્રતિશત ત્રુટિ શોધો.
એક ભૌતિક રાશિ $z$ બીજા ચાર આવકલોકન $a,b,c$ અને $d$ પર $z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%, 1.5 \%, 4 \%$ અને $2.5 \%$ છે. $z$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$ લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર $10 kg$ ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ $\pm 0.01 mm $અચોકકસતા સાથે $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.
માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?