વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા અનુસારની બખોલ ધરાવતો સુવાહક છે.

બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી.

બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે.

બખોલવાળ સુવાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.

જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુતક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારોને પ્રેરિત કરવામાં આવે, તો પણ બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે.

સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશાં શિલ્ડેડ (સુરક્ષિત) રહે છે જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. ઉદાહરણ : આપણે કારમાં બેઠા હોઈએ અને બહારથી વિદ્યુતનો જીવંત તાર કે આકાશમાંની વીજળી કાર સાથે સંપર્કમાં આવે, તો કારના બારણાં જો બંધ હોય તો કારની બખોલમાં વિદ્યુતથી રક્ષણ મળે છે.

Similar Questions

જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,

સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાત્વીય ગોળાઓને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તરો સમાન વિદ્યુતભાર ઘનતા $\sigma$ હોય. આ બંને ગોળાઓને ત્યારબાદ પાતળા સુવાહક તારથી જોડવામાં આવે  છે, ધારો કે મોટા ગોળા પરની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma^{\prime}$ હોય તો, ગુણોતર $\frac{\sigma^{\prime}}{\sigma}=.......$ થશે.

  • [JEE MAIN 2023]

વિધુતક્ષેત્ર અને વિધુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

$20\, cm$ અને $15\, cm$ ત્રિજ્યાવાળા વાહકગોળા અહાવક સ્ટેનડ પર મૂકેલા છે. બંને ઉપર સમાન $10\ \mu C $ જેટલો વિદ્યતભાર છે. તેઓને તાંબાના તાર સાથે જોડીને અલગ કરતાં .....