વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.

કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે. 

  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

$k $ બળઅચળાંક ધરાવતી એક સ્પ્રિંગને પ્રારંભમાં $x$ જેટલી ખેંચેલી છે. જો તેને વધુ $y$ જેટલું અંતર ખેંચવામાં આવે, તો બીજા ખેંચાણ દરમિયાન થતું કાર્ય.........થાય.

પદાર્થ પર $F = (5\hat i + 3\hat j)$ બળ લાગતાં તેનું સ્થાનાંતર $r = (2\hat i - 1\hat j)$ થાય,તો કાર્ય ....$J$

એક બેગ $p$  (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ( $ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....

એક લાકડાની તકતી પરથી એક ગોળીને પસાર થવાથી તેનો વેગ પ્રારંભિક વેગ કરતાં $1/20$ જેટલો ઘટે છે. ગોળીને સંપૂર્ણ રોકવા માટે ઓછામાં ઓછી કેટલી સંખ્યાની તકતીઓ જરૂરી છે?

એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ