અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા (Entamoeba histolytica) દ્વારા અમિબિઆસિસ (amoebiasis) કે અમીબિય મરડો (amoebic dysentery) થાય છે. તેનાં લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. ઘરમાખીઓ આ રોગના યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે.
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
મેલેરિયા ........ રોગ છે.
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?