નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.
આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે, કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે. જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે. યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય તે જરૂરી છે જેથી તેઓ એક તંદુરસ્ત જીવનશૈલીને અનુસરી શકે.
સામાન્ય રીતે વપરાતા નશાકારકો (કેફી પદાર્થો)માં અફીણ, ચરસ અને કોકેઈનનો ઉપયોગ થાય છે. મોટા ભાગના આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે.
અફીણ (Opioids)એ એવું કેફી દ્રવ્ય છે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે. હેરોઇન (heroin) જેને સ્મેક કહે છે.
તે રાસાયણિક રીતે ડાયએસિટાયલેશન મોરફીન (diacetylmorphine) છે જે સફેદ, વાસહીન, કડવું, સ્ફટિકમય સંયોજન છે (આકૃતિ). જે મોરફીનના એસિટાયલેશનથી મેળવવામાં આવે છે કે જેને ખસખસ -Papover somniferum વનસ્પતિના દુગ્ધ (ક્ષીર latex)માંથી મેળવવામાં આવે છે .
જે સામાન્ય રીતે તેને નાસિકા દ્વારા (sporting) કે ઈજેક્શન દ્વારા લેવામાં આવે છે. હેરોઇન તણાવશામક (depressant) છે અને શરીરનાં કાર્યોને ધીમા પાડે છે.
સાચું વિધાન શોધો.
આપેલ બંધારણ એ કયાં પદાર્થનું છે?
નીચે આપેલ પૈકી કયું કફ સિરપમાં વપરાય છે ?
નિકોટીનની અસરના લીધે કયાં રસાયણો રુધિરમાં ભળે છે?
$(i)$ થાયરોક્સિન $(ii)$ એડ્રિનાલિન $(iii)$ નોરએડ્રિનાલિન $(iv)$ એપિનેફ્રિન
નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.
$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?
$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?
$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?