બે સદિશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ ના માન અનુક્રમે $4$ એકમ અને $3$ એકમ છે. જો આ અદિશો $(i)$ એકજ દિશામાં $(\theta = 0^o)$. $(ii)$ પરસ્પર વિરુદ્ધ દિશામાં $(\theta = 180^o)$ હોય, તો પરિણામી સદિશનું માન જણાવો.
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનો ખૂણો $0^o$ હોય તો તેમનું પરિણામી બળ..........$N$
બે બળોના મૂલ્યોનો સરવાળો $18\;N$ અને તેમનું પરિણામી બળ $12\;N$ છે જે પરિણામી બળ નાના મૂલ્યના બળને લંબ છે. તો તે બંને બળોના મૂલ્ય કેટલા હશે?
${F_1} = 1\,N$ બળ $x = 0$ ની દિશામાં છે,અને ${F_2} = 2\,N$ બળ $y = 0$ ની દિશામાં છે,તો પરિણામી બળ મેળવો