જ્યારે સ્થિતિસ્થાપક સ્પ્રિંગને ખેંચીએ કે દબાવીએ ત્યારે તેની સ્થિતિઊર્જા વધશે કે ઘટશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્પ્રિંગને ખેંચીએ કે દબાવીએ ત્યારે તેની સ્થિતિઊર્જા વધશે કારણ કે આપણે ખેંચવામાં કે દબાવવામાં કાર્ય કરવું પડે છે તેથી કાર્ય થાય છે તેથી બંનેમાં સ્થિતિઊર્જા વધશે.

Similar Questions

$0.18 kg$ દળનો એક ટુકડો $2 N/m$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલો છે. ટુકડા અને તળિયા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $0.1 $ છે. પ્રારંભમાં ટુકડો સ્થિર સ્થિતિએ છે અને સ્પ્રિંગ ખેંચાયેલી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટુકડા ધક્કો મારવામાં આવે છે. ટુકડો $0.06$ અંતર સુધી સરકે છે અને સ્થિર સ્થિતિએ પાછો ફરે છે. ટુકડાનો પ્રારંભિક વેગ  $ V = N/10 m/s$  છે. તો $N$ શું હશે ?

$2\; kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $4\; m / s$ ના વેગથી ગતિ કરે છે. તે સામાન્ય સ્થિતિમાં રહેલી એક સ્પ્રિંગને દબાવે છે. આ દબાણ બ્લોક જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 \;N$ અને સ્પ્રિંગ અચળાંક $10,000 \;N / m$ છે. તો સ્પ્રિંગ કેટલી દબાશે ($cm$ માં)?

  • [AIEEE 2007]

આકૃતિમાં લીસો વર્ક સમક્ષિતિજ સુધી લંબાયેલો છે. આ સમક્ષિતિજ ભાગના એક છેડા સાથે $400 N/m$  બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ મજબૂત રીતે જોડેલી છે. $40 g$ દળને $4.9 m$ ની ઉંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ગણો......$cm$

$3 \mathrm{~N}$ તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ $a$ જેટલી છે. $2 \mathrm{~N}$ તણાવ હેઠળ તેની લંબાઈ $b$ થાય છે. તેની લંબાઈ $(3 a-2 b)$ થાય માટે જરૂરી તણાવ. . . . . . . $\mathrm{N}$થશે.

  • [JEE MAIN 2024]

બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$  ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?

  • [AIEEE 2012]