$m$ દળનો એક પદાર્થ $v $ વેગથી સમાન દળના બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય (સંઘાત) છે સંઘાત થયા પછી પ્રથમ દળનો પદાર્થ $\frac{v}{{\sqrt 3 }}$વેગ સાથે ગતિની પ્રારંભિક દિશાને લંબ ગતી કરે છે. સંઘાત પછી બીજા દળના પદાર્થની ઝડપ કેટલી હશે ?

  • A

    $v$

  • B

    $\sqrt 3 \,v$

  • C

    $\frac{2}{{\sqrt 3 }}\,\,v$

  • D

    $\frac{v}{{\sqrt 3 }}$

Similar Questions

$m $ દળના એક દડાને $v$ ઝડપે દિવાલ પર લંબ સાથે કોણ બનાવે તે રીતે પ્રહાર (ફટકારવામાં) કરવામાં આવે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણઆંક $e$ હોય તો પાછા ફર્યા પછી દડાનો દિવાલની સાપેક્ષે વેગનું મૂલ્ય અને દિશા શું હશે ?

બે સમાન કણો એકબીજા સાથે અનુક્રમે $2v $ અને $v$  વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.

એક કણને સમક્ષિતિજ દિશા સાથે $60^o $ ના ખૂણે $K$ જેટલી ગતિ-ઊર્જા થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિ-ઊર્જા ________

એક માણસ  $12 m$ ઉંચાઈએ ટો ફેંકે છે. જ્યાં તે $12 m/s$  ની ઝડપથી પહોંચે છે. જો તે માણસ ટોને એવી રીતે ફેંકે કે તરત જ તેઓ આ ઉંચાઈએ પહોંચે તેણે કેટલા ............ $\%$ પ્રતિશત ઊર્જાની બચત કરી હશે ?

ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો :

$(a)$ બે બિલિયર્ડ બૉલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન, અથડામણના ટૂંકા ગાળા દરમિયાન (એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન) શું બૉલની ગતિઊર્જાનું સંરક્ષણ થાય છે ?

$(b)$ શું બે બૉલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાનના ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે ?

$(c)$ અસ્થિતિસ્થાપક અથડામણ માટે $(a)$ અને $(b)$ ના જવાબ શું હશે ?

$(d)$ જો બે બિલિયર્ડ બૉલની સ્થિતિ ઊર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય, તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ? (નોંધ : અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિઊર્જાની વાત કરીએ છીએ, ગુરુત્વીય સ્થિતિઊર્જાની નહિ.)