$0°C$ તાપમાન ધરાવતો બરફનો ગાંગડો $1 km$ ઉંચાઈએથી અવાહક સપાટી પર પડે છે પરિણામે તેની પોતાની બધી જ ગતિ-ઊર્જા ઉષ્મામાં રૂપાંતર પામે છે, તો તેનો કેટલામો ભાગ પીગળશે ? $(g = 10 m/s^{2})$
$\frac{1}{{33}}$
$\frac{1}{8}$
$\frac{1}{{33}} \times {10^{ - 4}}$
બધો જ પીગળી જશે
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
ઠારણ અને ઠારણબિંદુ કોને કહે છે ?
$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?
જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય?
બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ?