હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........
$79$
$54.4$
$49.2$
$38.2$
જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મૉડેલમાં ન્યુક્લિયસ (ત્રિજ્યા લગભગ $10^{-15}\, m$ ) સૂર્યના જેવો છે જેની આસપાસ ઈલેક્ટ્રૉન કક્ષામાં (ત્રિજ્યા $10 ^{-10}\,m)$ ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત ? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $1.5 \times 10^{11}\,m$ છે. સૂર્યની ત્રિજ્યા $7\times 10^8\, m$ લેવાય છે.
$m$ દ્રવ્યમાન તથા $v $ વેગથી ગતિ કરતા $\alpha $ કણને $Ze$ જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ $m$ પર કેવી રીતે આધાર રાખે છે?
લિસ્ટ $- I$ (પ્રયોગ) ને લિસ્ટ $-II$ (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ ડેવિસન અને ગર્મર | $(i)$ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ |
$(2)$ મીલીકનનો પ્રયોગ | $(ii)$ ઇલેક્ટ્રોનનો વિજભાર |
$(3)$ રુથરફોર્ડનો પ્રયોગ | $(iii)$ ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ |
$(4)$ ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ | $(iv)$ ન્યુક્લિયસનું અસ્તિત્વ |
લાઇમન શ્રેણીની અને બામર શ્રેણીની પ્રથમ તરંગલંબાઇનો ગુણોત્તર મેળવો.
એક પરમાણુની $1^{st}, \,2^{nd}$ અને $3^{rd}$ ઊર્જા $E, \,4E/3$ અને $2E$ છે, સંક્રાતિ $3 → 1$ દરમિયાન તરંગલંબાઇ ઉત્પન્ન થાય છે,તો સંક્રાતિ $2 → 1$ દરમિયાન કેટલી તરંગલંબાઇ મળે?