- Home
- Standard 12
- Physics
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની દલીલ સમજાવો.
Solution
રધરફર્ડે એવી દલીલ કરી કે, મોટા ભાગના -કણો ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન પામતા હોવાથી પરમાણુઓ પોલા હશે.
જો પરમાણુના દળનો મોટો ભાગ તેના કેન્દ્ર પર ખીચોખીચ કેન્દ્રિત થયેલો હોય અને તેના પર ધન વિદ્યુતભાર હોય તો, આ ધન વિદ્યુતભાર અને $\alpha$-કણના ધન વિદ્યુતભાર વચ્ચે કુલંબ અપાકર્ષણબળ લાગી શકે. જો આમ હોય તો, આપાત $\alpha$-કણ, ધન વિદ્યુતભારને ભેદ્યા વિના ખૂબ નજીક પહોંચી શકે અને વિચલન પામે.
આ દલીલ ન્યુક્લિયર પરમાણુના અધિતર્કનું સમર્થન કરે છે. તેથી, રધરફર્ડને ન્યુક્લિયસની શોધનું બહુમાન મળ્યું.
તેણે દલીલમાં એવું અનુમાન કર્યું કે, ઇલેક્ટ્રૉન ન્યુક્લિયસથી થોડા અંતરે છે. જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ ઇલેક્ટ્રૉન ન્યુક્લિયસની આસપાસ નિયત કક્ષામાં ભ્રમણ કરતાં હશે.
રધરફર્ડે કરેલા પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ$10^{-15}\,m$ થી $10^{-14}\,m$ નું હોવાનું સૂચવ્યું હતું પણ ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ $10^{-10}$ હોવાનું ગણાય છે. તેથી પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસના પરિમાણથી $10^{4}$ થી $10^{5}$($10,000$ થી $1,00,000$) ગણું મોટું છે.