જો સમીકરણ $(b -c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણી હશે ?
સમાંતર શ્રેણી
સમગુણોત્તર શ્રેણી
સ્વરિત શ્રેણી
આપેલ પૈકી એક પણ નહિ
અહી $S_{n}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો દર્શાવે છે. જો $S_{3 n}=3 S_{2 n}$ હોય તો $\frac{S_{4 n}}{S_{2 n}}$ ની કિમંત મેળવો.
ધારો કે $S_n$ એ, સમાંતર શ્રેણી $3,7,11, \ldots . . .$. નાં $n$ પદોનો સરવાળો છે. જો $40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42$ હોય,તો $n=$___________.
જો સમાંતર શ્રેણીના $p$ પદોનો સરવાળો તેના $q$ પદોના સરવાળા જેટલો હોય, તો તેના $(p +q)$ પદોનો સરવાળો કેટલો થશે ?
એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને $Rs$ $15,625$ માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો $20\ %$ છે, તો પાંચ વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે ?
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_9}$ પદ શોધો : $a_{n}=(-1)^{n-1} n^{3}$