$\alpha - $કણ $70\ V$ થી $50\ V$ વોલ્ટેજ ધરાવતાં બિંદુ પર જતાં ગતિઊર્જા કેટલી થાય?

  • A

    $40\ eV$

  • B

    $40\ keV$

  • C

    $40\ MeV$

  • D

    $0\ eV$

Similar Questions

ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.

$+q$ અને $-q$ વિદ્યુતભારો બિંદુ $A$ અને $ B$ આગળ $2L$ અંતરે મૂકેલા છે. $C$ એ $A$ અને $B$ ની વચ્ચેનું મધ્યબિંદુ છે. $+Q$ વિદ્યુતભારને અર્ધ વર્તૂળ $CRD$ માર્ગ ગતિ કરવા માટે થતું કાર્ય ....... છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$  વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 2011]

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રૉન અને પ્રોટોન $0.53\; \mathring A:$ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે.

$(a)$ ઇલેક્ટ્રૉન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિઊર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિઊર્જાનો evમાં અંદાજ કરો.

$(b)$ ઇલેક્ટ્રૉનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે?તેની કક્ષામાંની ગતિ ઊર્જા $(a)$ માં મળેલી સ્થિતિઊર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે.

$(c)$ બંને વચ્ચેના $1.06\;\mathring A$ અંતર માટે સ્થિતિઊર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર $(a)$ અને $(b)$ માટેના જવાબો શું હશે?

હવામાં એકબીજાથી $1\, m$ અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિર્જા ...... (દરેક વિદ્યુતભારનું મૂલ્ય $2\mu C$ છે)