$(5 \pm 0.5)\,kg$ દળ ધરાવતી એક વસ્તુ $(20 \pm 0.4)\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.
$(1000 \pm 140)\,J$
$(1000 \pm 0.14)\,J$
$(500 \pm 0.14)\,J$
$(500 \pm 140)\,J$
બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.
નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ $T$ કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે.
કેપીલરી ટ્યુબનો વ્યાસ $D = 1.25\times 10^{-2}\;m$
પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, $h = 1.45× 10^{-2}\;m$
$g = 9.80 \;m/s^2 $ લો અને $T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m$ સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ $T$ માં શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?
ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.
પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.87 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
સેકન્ડના લોલકના દોલનોનો સરેરાશ આવર્તકાળ $2.00$ સેકન્ડ છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ $0.05$ સેકન્ડ છે. મહત્તમ ત્રુટિનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આવર્તકાળ કેટલો હોવો જોઇએ ?