$0.5\, kg$ ના પદાર્થને $30^o$ ના પ્રક્ષિપ્તકોણે $98\,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો તેના વેગમાનમાં ......... $N-s$ ફેરફાર થશે.
$24.5$
$49$
$98$
$50$
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.
પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.
કોઈ વ્યક્તિ પથ્થરને મહત્તમ $h$ ઊંચાઈ સુધી ફેંકી શકે છે, તો આ પથ્થરની મહત્તમ અવધિ $h$ ના સ્વરૂપમાં મેળવો.
પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ શરૂઆતના વેગ કરતાં $\frac{1}{{\sqrt 2 }}$ ગણો હોય તો તેની અવધિ કેટલી થાય?
એક છોકરો $10\, m$ ઊંચી બિલ્ડીંગ પરથી દડાને $10\,m/s$ ની ઝડપથી સમક્ષિતિજ થી $30^o$ ખૂણે ફેંકે છે.ફેંકેલા સ્થાન થી દડો કેટલા અંતર પછી જમીનથી $10\, m$ ઊંચો હશે? $\left[ {g = 10\,m/{s^2},\sin \,{{30}^o} = \frac{1}{2},\cos \,{{30}^o} = \frac{{\sqrt 3 }}{2}} \right]$