રફ સપાટી પર પડેલ $64 \,N$ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો તે કેટલો પ્રવેગ પ્રાપ્ત કરશે? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ છે
$\frac{g}{{6.4}}$
$0.64\, g$
$\frac{g}{{32}}$
$0.2\, g$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક અને ટ્રોલીના તંત્રને ધ્યાનમાં લો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય તો તંત્રનો $\mathrm{ms}^{-2}$ માં પ્રવેગ__________છે.(દોરીનું દળ અવગણો)
$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?
સમક્ષિતિજ રસ્તા પર કાર $72\, km/h$ ની ઝડપે ગતિ કરે છે. જો ટાયર અને રોડ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.5$ હોય, તો કાર માટેનું ન્યુનત્તમ સ્ટોપિંગ ડીસ્ટન્સ ($m$ માં) કેટલું હશે?
ગતિક ઘર્ષણ સમજાવો, ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો.
$10\, kg$ ના બ્લોક પર $129.4 \,N$ બળ લાગતાં,$10\, m/sec^2$ નો પ્રવેગ ઉત્પન્ન થાય છે.તો ગતિક ઘર્ષણાંક કેટલો થશે?