એક કાર સુરેખ પથ પર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. કાર બે બિંદુઓ $P$ અને $Q$ પાસેથી પસાર થતાં તેનો વેગ અનુક્રમે $30\;km/h$ અને $40\;km/h$ છે. $P$ અને $Q$ ને જોડતી રેખાના મઘ્યબિંદુએ તેનો વેગ કેટલો હશે?
$33.3 \;km / h$
$25 \sqrt{2} \;km / h$
$20 \sqrt{2}\; km / h$
$35\; km / h$
નિયમિત પ્રવેગ સાથે ગતિ કરતી એક વસ્તુ દ્વારા મેળવવામાં આવતી ગતિ $30\,m / s$ છે જે $2\,sec$ માં મળે છે અને $60\,m /s$ એ $4\,sec$ માં મળે છે. તો પ્રારંભિક વેગ$.............\frac{m}{s}$
એક પદાર્થ સ્થિર સ્થિતી થી શરૂ થાય છે અને $x$-અક્ષની સાપેક્ષ ગતિ કરે છે જેથી કોઈપણ તત્કાલમાં તેનું સ્થાન $x=4 t^2-12 t$ હોય છે જ્યાં $t$ સેકંડમાં અને $v \,m / s$ માં હોય છે. પદાર્થનો પ્રવેગ કેટલો થાય?
એક માલગાડી સીધા રેલમાર્ગ પર નિયમિત પ્રવેગી ગતિ કરીને ટ્રેકની બાજુમાં રહેલા વીજળીના થાંભલા પાસે પહોચે છે. તેનું એન્જિન થાંભલાને $u$ વેગથી અને ગાર્ડ રૂમનો ડબ્બો થાંભલાને $v$ વેગથી પસાર કરે છે. તો ટ્રેનનો વચ્ચેનો ડબ્બો થાંભલા ને કયા વેગથી પસાર કરશે?