એક કોપરની શીટમાં કાણું પાડવામાં આવે છે જો તેનો વ્યાસ $4.24 \,cm$ અને $27.0^{\circ} C$ તાપમાને છે . તો વ્યાસ $35^{\circ} C$ તાપમાને કેટલો હશે ?

  • A

    $4.24 \,cm$ કરતાં ઓછો

  • B

    $4.24 \,cm$ જેટલો

  • C

    $4.24 \,cm$ કરતાં વધારે

  • D

    અપૂરતી જાણકારી

Similar Questions

પાણીની કયા .... $^oC$ તાપમાને ઘનતા સૌથી વધુ હોય છે?

$50 \,cm$ લંબાઈ અને $3.0\, mm$ વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતાં સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ $40 \,^oC$ તાપમાને છે. જે તાપમાન $250 \,^oC$ કરવામાં આવે, તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ? શું જંક્શન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે ? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $= 2.0 \times 10^{-5}\, K^{-1}$, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5}\, K^{-1}$ 

એક નળાકારને ગરમ કરતાં તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય, તો તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો ...... $\%$

એક સ્ટીલની પટ્ટી $20^{\circ} C$ તાપમાને માપાંકન કરવામાં આવે છે. જ્યારે તાપમાન $-15^{\circ} C$ જેટલું હોય. ત્યારે $\%$ ટકાવારીમાં .......... $\%$ ત્રુટિ હશે. $\left[\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5}{ }^{\circ} C ^{-1}\right]$

એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$