એક ચુંબકીય સોયની લંબાઈની સાપેક્ષે તેની જાડાઈ અને પહોળાઈ અવગણી શકાય છે. જે સમક્ષિતિજ સમતલ સાથે $T$ સમયગાળા સાથે દોલનો કરે છે. આ સોયને લંબાઈને લંબરૂપે $n$ જેટલાં સરખાં ભાગોમાં તોડીએ તો દરેક ભાગનાં દોલનોનો સમયગાળો
$T/n$
$T$
$T n$
$1/Tn$
ચુંબકત્વ માટે ગૉસનો નિયમ લખો.
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત આપો.
વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુતભારને અનુરૂપ ચુંબકત્વમાં કઈ ભૌતિકરાશિ મળે છે ? તે જણાવો ?
$(a)$ જો ગજિયા ચુંબકના $(i)$ તેની લંબાઈને લંબરૂપે, $(ii)$ તેની લંબાઈને (સમાંત૨), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે ?
$(b)$ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે, ગજિયા ચુંબક પાસે મુકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષ બળ પણ અનુભવે છે. શા માટે ?
$(c)$ શું દરેક ચુંબકીય સંરચના $(Configuration)$ ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જોઈએ ? ટૉરોઇડના ચુંબકીય ક્ષેત્રવિશે શું કહેશો?
$(d)$ બે એક સરખા લોખંડના ટુકડાઓ $A$ અને $B$ આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીત કરેલો હોવાનું જ્ઞાન છે (આપણે જાણતા નથી કે તે કયો છે). બંને ચુંબકીત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો ? જો એક જ ચુંબકીત $(Magnetised)$ કરેલ હોય, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે ? [ફક્ત આ ટુકડાઓ $A$ અને $B$ સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી.]
એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?