$P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ ........ $P_1$ થાય?
$64$
$1$
$16$
$32$
વાયુનું શરૂઆતનું દબાણ અને કદ $ P$ અને $V$ છે.સમતાપી વિસ્તરણ કરીને કદ $ 4V$ અને સમોષ્મી સંકોચન કરીને કદ $V$ કરતાં અંતિમ દબાણ કેટલું થશે?$ [\,\,\gamma \, = \,1.5] $
આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ આદર્શ વાયુ માટે કેટલો હોય?
$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?