નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ $\alpha $ $kg$, લંબાઈનો એકમ $\beta $ $m$ અને સમયનો એકમ $\gamma $ $s$ છે, તો આ નવી એકમ પદ્ધતિમાં $5\,J$ નું મૂલ્ય કેટલું મળે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$5 J$નું મૂલ્ય શોધવું છે તો તે ઉર્જાનો એક્મ છે.
$\therefore$ ઊર્જાનું પારિમાણિક સૂત્ર $\left[ M ^{1} L ^{2} T ^{-2}\right]$
ધારો કે બે જુદ્દી જુદી એકમ પદ્ધતિઓમાં $M _{1}, L _{1}, T _{1}$ અને $M _{2}, L _{2}, T _{2}$ એ અનુક્રમે દળ, લંબાઈ અને સમયના એકમો,
$M _{1}=1 kg , L _{1}=1 m , T _{1}=1 s$
$M _{2}=\alpha kg , L _{2}=\beta m , T _{2}=\gamma s$
ગમે તે પદ્ધતિમાં એકમો માપેલા હોય પણ ભૌતિક રાશિઓના મૂલ્યો સમાન રહે છે.
$\therefore n_{1} u_{1}=n_{2} u_{2}$
$n_{2}=\frac{n_{1} u_{1}}{u_{2}}=n_{1} \frac{\left[ M _{1} L _{1}^{2} T _{1}^{-2}\right]}{\left[ M _{2} L _{2}^{2} T _{2}^{-2}\right]}$
$\therefore n_{2}=n_{1}\left[\frac{ M _{1}}{ M _{2}}\right]\left[\frac{ L _{1}}{ L _{2}}\right]^{2}\left[\frac{ T _{1}}{ T _{2}}\right]^{-2}$
$=5\left[\frac{1}{\alpha}\right]\left[\frac{1}{\beta}\right]^{2}\left[\frac{1}{\gamma}\right]^{-2}$
$=5 \frac{1}{\alpha \beta^{2} \gamma^{-2}}$
$\therefore n_{2}=\frac{5 \gamma^{2}}{\alpha \beta^{2}}$
ઉર્જાનો નવો એેક્મ $=\frac{5 \gamma^{2}}{\alpha \beta^{2}}$

Similar Questions

જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • [AIPMT 2015]

જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....

  • [JEE MAIN 2015]

$s$ પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા $d$, ત્રિજ્યા $r$ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ $t$ ને $t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} $ સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ $\sqrt {\frac{d}{s}} $ ના સમપ્રમાણમાં છે. તો $b$ નું મૂલ્ય કેટલું થાય?

  • [JEE MAIN 2013]

બે પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના બળને

$F=\alpha \beta \,\exp \,\left( { - \frac{{{x^2}}}{{\alpha kt}}} \right);$

વડે આપવામાં આવે છે, જ્યાં $x$ એ અંતર, $k$ બોલ્ટઝમેન અચળાંક અને $ T$ તાપમાન છે. તથા $\alpha$ અને $\beta$ એ અન્ય અચળાંકો છે. $\beta$ નું પરિમાણિક શું થાય?

  • [JEE MAIN 2019]

$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?