ઊર્જાનો $SI$ એકમ $J=k g\; m^{2} \,s^{-2}$ અને તે જ રીતે, વેગ $v$ માટે $m s^{-1}$ અને પ્રવેગ $a$ માટે $m s ^{-2}$ છે. નીચે આપેલ સુત્રો પૈકી કયાં સૂત્રો પારિમાણિક દૃષ્ટિએ ગતિઊર્જા $(K)$ માટે તમે ખોટાં ઠેરવશો ? ( $m$ પદાર્થનું દળ સૂચવે છે.)
$(a)$ $K=m^{2} v^{3}$
$(b)$ $K=(1 / 2) m v^{2}$
$(c)$ $K=m a$
$(d)$ $K=(3 / 16) m v^{2}$
$(e)$ $K=(1 / 2) m v^{2}+m a$
દરેક સાચું સૂત્ર કે સમીકરણની બંને બાજુએ પરિમાણો સમાન હોય છે. માત્ર સમાન ભૌતિક પરિમાણ ધરાવતી ભૌતિકરાશિ ઉમેરી અથવા બાદ કરી શકાય છે. સમીકરણોની જમણી બાજુની ભૌતિકરાશીના પરિમાણ $(a)$ માટે $\left[ {{M^2}{L^3}{T^{ - 3}}} \right]$ $(b)$ અને $(d)$ માટે $\left[ {M{L^2}{T^{ - 2}}} \right]$ $(c)$ માટે $\left[ {ML{T^{ - 2}}} \right]$ જયારે $(e)$ માં જમણી બાજુ આવેલી રાશિ યોગ્ય પરિમાણ ધરાવતી નથી. કારણ કે તેમાં જુદાં જુદાં પરિમાણ ધરાવતી રાશિઓનો સરવાળો છે. હવે ગતિઊર્જા $K$ નું પરિમાણ $\left[ {M{L^2}{T^{ - 2}}} \right]$ હોવાથી સૂત્રો $(a), (c)$ અને $(e)$ નકારી શકાય. નોંધો કે, પારિમાણિક દલિલો $(b)$ અથવા $(d)$ તે બે પૈકી કયું સૂત્ર સાચું છે તે જણાવતી નથી. આ માટે ગતિઊર્જાની મૂળ વ્યાખ્યા જોવી જોઈએ. (જુઓ પ્રકરણ $6$.) ગતિઊર્જાનું સાચું સૂત્ર $(b)$ વડે રજૂ થાય છે.
ગુપ્ત ઉષ્માનું પરિમાણિક સૂત્ર શું છે?
અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.
જો $A$ અને $B$ બે અલગ અલગ પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ હોય તો નીચે પૈકી કયું ભૌતિક રાશિ દર્શાવતુ નથી?
નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?
નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?