$ {G^x}{c^y}{h^z} $ નું પારિમાણીક સૂત્ર લંબાઇ જેવું છે.જયાં $G,c$ અને $h$ ગુરુત્વાકર્ષણ અચળાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચળાંક છે. તો નીચેનામાથી $x,y$ અને $z$ ના કયા મૂલ્યો સાચા છે.
દોલનો કરતી દોરીની આવૃત્તિ $\nu = \frac{p}{{2l}}{\left[ {\frac{F}{m}} \right]^{1/2}}$ છે,જયાં $p$ દોરીમાં ગાળાની સંખ્યા અને $l$ લંબાઇ છે.તો $m$ નું પારિમાણીક સૂત્ર શું થાય?
જો વેગમાન $[P]$, ક્ષેત્રફળ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર $........$ થશે.
પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ $v=\lambda^a g^b \rho^e$ અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં $\lambda, g$ અને $\rho$ અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે $a, b, c$ અને મૂલ્યો ........ હોય.
એક નિશ્ચિત મૂળ $u=\frac{A \sqrt{x}}{x+B}$ થી $x$ અંતર સાથે કણોની સંભવિત ઊર્જા બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $A$ અને $B$ ના પરિમાણો અનુક્રમે કયા છે?