જો વિદ્યુતભાર $e$, ઇલેક્ટ્રોન દળ $m$, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી $\mu _0$ ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?
$\left( {\frac{h}{{m{e^2}}}} \right)$
$\left( {\frac{{hc}}{{m{e^2}}}} \right)$
$\left( {\frac{h}{{c{e^2}}}} \right)$
$\left( {\frac{{m{c^2}}}{{h{e^2}}}} \right)$
એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય $W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},$, જ્યાં $x$ એ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન છે. $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\beta$ નું પરિમાણ .........
ઊર્જાનો $SI$ એકમ $J=k g\; m^{2} \,s^{-2}$ અને તે જ રીતે, વેગ $v$ માટે $m s^{-1}$ અને પ્રવેગ $a$ માટે $m s ^{-2}$ છે. નીચે આપેલ સુત્રો પૈકી કયાં સૂત્રો પારિમાણિક દૃષ્ટિએ ગતિઊર્જા $(K)$ માટે તમે ખોટાં ઠેરવશો ? ( $m$ પદાર્થનું દળ સૂચવે છે.)
$(a)$ $K=m^{2} v^{3}$
$(b)$ $K=(1 / 2) m v^{2}$
$(c)$ $K=m a$
$(d)$ $K=(3 / 16) m v^{2}$
$(e)$ $K=(1 / 2) m v^{2}+m a$
પરિમાણની સમાનતાનો નિયમ લખો.
એક વિદ્યાર્થી ભૌતિકવિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણનાં ચલિતદળ $(moving\, mass)$ $m$ અને સ્થિર દળ $(rest \,mass)$ $m_{0}$ તથા કણનો વેગ $v$ અને પ્રકાશની ઝડપ $c$ વચ્ચેનો (આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતનાં પરિણામ સ્વરૂપે મળેલ હતો.) સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. પરંતુ અચળાંક $c$ ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે $m=\frac{m_{0}}{\left(1-v^{2}\right)^{1 / 2}}$ લખે છે. અનુમાન કરો કે $c$ ને ક્યાં મૂકવો જોઈએ ?
દળ $m$ અને ત્રિજ્યા $r$ વાળો એક દડો $\eta $ શ્યાનતાવાળા માધ્યમ માં પતન કરે છે. પદાર્થ નો વેગ શૂન્ય માથી ટર્મિનલ વેગ $(v)$ નો $0.63$ ગણો થાય એ દરમ્યાન લગતા સમય ને સમય નિયતાંક $(\tau )$ કહેવાય. $\tau $ નું પરિમાણ શું થશે?