એક કણને સમક્ષિતિજ સાથે અમુક કોણે પ્રક્ષિપ્ત કરતાં તે આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. જ્યાં $X$ અને $Y$ એ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ દિશાઓ દર્શાવે છે. તો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ $A,\, B$ અને $C$ પાસે તેનો વેગ અને પ્રવેગની દિશા જણાવો.
સમક્ષિતિજ સાથે $\theta$ કોણે પ્રક્ષિપ્ત કરેલા પદર્થનો ગતિમાર્ગ આકૃતિમાં દર્શાવ્યો છે.
જે પ્રારંભિક વેગ $v_{0}$ હોય તો તેનો સમક્ષિતિજ ધટક, $v_{x}=v_{0} \cos \theta$ જે દરેક બિંદ્દુએ અચળ હોય છે.
અને દરેક બિંદુએ ગતિપથના સ્પર્શકરૂપે વેગ હોય છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $A, B$ અને $C$ બિંદુ આગળ ગતિપથના સ્પર્શકરૂપેે વેગ અને દરેક બિંદ્દુએ ગુરુત્વપ્રવેગ $g$ ની દિશામાં પ્રવેગ અધોદિશામાં સમાન હોય છે.
બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે $30^{\circ}$ અને $45^{\circ}$ ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?
એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણા $80\,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો સમયના અંતરાલ $t=2\; s$ થી $t=6\; s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મુલ્ય ............ $m / s$ થાય. [$g =10 \,m/s{ }^2$ ]
$M$ દળના પદાર્થને $v$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો $t$ સમય પછી પદાર્થનો વેગ કેટલો થાય?
કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સમય $(t)$ સાથે ગતિપથના ઢાળ $(m)$ માં થતો ફેરફાર જણાવો
સમાન અવધિ $R$ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઉડ્ડયન સમય અનુક્રમે $t_1$ અને $t_2$ મળે છે.તો નીચેનામાથી શું સાચું છે?