$m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?
zero
$\frac{\sqrt{3}}{16} \cdot \frac{ mv ^{3}}{ g }$
$\frac{{m{v^3}}}{{\sqrt 2 g}}$
$\frac{\sqrt{3}}{2} \cdot \frac{ mv ^{2}}{ g }$
દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી $\tau = I\alpha $ મેળવો.
$2\, kg$ દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે $0.6\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ $0.8\, m$ છે. જો કણની કોણીય ઝડપ $12\, rad\, s^{-1}$ હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... $kg\, m^2\,s^{-1}$ થાય.
દરેકનું દળ $m$ અને ઝડપ $v$ હોય તેવા બે કણો એકબીજાથી $d$ અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તોપણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે.
કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)