$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........
$L_A=L_B$
$L_A$ અને $L_B$ વચ્ચેનો સંબંધ $AB$ રેખાના ઢાળ પર આધારિત છે.
$L_A < L_B$
$L_A > L_B$
એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો.
દરેકનું દળ $m$ અને ઝડપ $v$ હોય તેવા બે કણો એકબીજાથી $d$ અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તોપણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે.
એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
$20\ kg$ દળનું ઘન નળાકાર તેની અક્ષની આસપાસ $100\ rad. s^{-1}$, ની કોણીય ઝડપથી ગતિ કરે છે. નળાકારની ત્રિજ્યા $0.25\ m$ છે. નળાકારની અક્ષ પર તેનું કોણીય વેગમાનનું મૂલ્ય ........ $joule/second$ થશે.
$m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.