ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...

  • A

    $S$ નો પ્રવેગ હમેશા પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય

  • B

    $S$ નું પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે રહેલ કોણીય વેગમાનની દિશા બદલાય પરંતુ મૂલ્ય બદલાય નહીં 

  • C

    $S$ ની કુલ યાંત્રિક ઉર્જા આવર્તકાળ સાથે બદલાય 

  • D

    $S$ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે 

Similar Questions

બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?

બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?

$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $kv_એ$ વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ($v_e$ એ નિષ્ક્રમણ વેગ અને k<1). જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પૃથ્વીના કેન્દ્રથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થાય ? (R=પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)