$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{\mathrm{v}}{2}$

  • B

    $\frac{\mathrm{v}}{4}$

  • C

    $4 \mathrm{v}$

  • D

    $2 \mathrm{v}$

Similar Questions

ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.

  • [JEE MAIN 2022]

સ્ટોક્સના નિયમના બે ઉપયોગો જણાવો.

સ્ટોક્સનો નિયમ લખો અને તેનો ઉપયોગ કરીને ગ્યાન પ્રવાહીમાં પતન કરતા નાના લીસા ગોળાનો $(i)$ પ્રારંભિક પ્રવેગ અને $(ii)$ ટર્મિનલ વેગનું સૂત્ર મેળવો. $(iii)$ તરલમાં ઉદ્ભવતા પરપોટાની ઊર્ધ્વગતિ સમજાવો.

વિધાન : વરસાદના ટીપાં ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.

કારણ : ગતિની દિશામાં લાગતું અચળ બળ અને વેગ પર આધાર રાખતું ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ  હમેશા ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે.

  • [AIIMS 2011]

એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?

  • [JEE MAIN 2013]