સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ $\ell $ અને બળ અચળાંક $k$ છે તેને $\ell_1$ અને $\ell_2$ લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં $\ell_1 = n\ell_2$ અને $n$ પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર $k_1/k_2$ =
$n$
$\frac{1}{n^2}$
$n^2$
$\frac{1}{n}$
સ્પ્રિંગ પર $5\;kg$ નો પદાર્થ લટકાવેલ છે અને તે $2\pi \;sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે.જો બોલને દૂર કરવામાં આવે, ત્યારે સ્પ્રિંગની લંબાઇમાં કેટલો ઘટાડો થશે?
એક $500 \,N \,m^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે $5 \,kg$ નો કૉલર (પટ્ટો) જોડાયેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કૉલર તેના સંતુલન સ્થાનેથી $10.0\, cm$ સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. આ કૉલર માટે
$(a)$ દોલનોનો આવર્તકાળ
$(b)$ મહત્તમ ઝડપ અને
$(e)$ મહત્તમ પ્રવેગની ગણતરી કરો.
$k_1$ અને $k_2$ બળઅચળાંક ઘરાવતી બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડેલ છે. આ સંયોજનનો સમતુલ્ય બળ અચળાંક શેના વડે આપવામાં આવે?
સ્પ્રિંગના છેડે $20$ ડાઇન બળ લગાડતાં તેની લંબાઈમાં $1\, mm$ જેટલો વધારો થાય છે, તો તેનો બળ-અચળાંક કેટલો ?
$k_1$ અને $k_2$ બળ-અચળાંકવાળી બે ધિંગોને શ્રેણીમાં જોડતાં પરિણામી બળ-આચળાંક $2$ એકમ મળે છે. જ્યારે તેમને સમાંતર જોડતાં પરિણામી બળ-અચળાંક $9$ એકમ મળે છે તો $k_1$ અને $k_2$ ના મૂલ્યો મેળવો.